Saturday, 13 November 2021

ONE PLANET E-MAGAZINE

link

 



શા માટે ONE PLANET ઇ બૂક લાવવામાં આવી?

તાજેતરમાં ગ્લાસગો ખાતેની ક્લાઇમેટ ચેંજ અંગેની અત્યાર સુધીની સૌથી મોટી સમિટ મળી હતી. આ સમિટ માં ભયંકર રીતે ખરાબ સ્થિતિ માં પહોચી  ગયેલી આપણી સૃષ્ટિ ના વિનાશ થવાના  ભણકાર વાગી રહ્યા છે તે અંગેની ચર્ચા થઈ હતી. દિવસે દિવસે આપનું પર્યાવરણ બગડી રહું છે. તાપમાનમા સતત્ત વધારો, ગ્લેસિયરનું  પીગળવું ,દરેક ઋતુમાં થઈ રહલો બદલાવ ,ક્યાંક ઓછો તો કયાંક અતિ વરસાદ વરસી રહ્યો છે. આટલી મોટી ગંભીર સમસ્યા ની શરૂઆત થઈ ગઈ છે. તો પણ હજુ આપણે માનવજાતમાં કોઈ ફેરફાર આવ્યો નથી.આપણાં ભારતમાં યુવાનોને પર્યાવરણ ની કોઈ સમસ્યાઑ ધ્યાન માં આવતી નથી આપનું યુવાધને આ સમસ્યાઓ વિષે ચેતવું જરૂરી છે. દરેક બાળકોથી માંડીને યુવા સુધી પર્યાવરણ શું છે ?, હાલમાં શું ચાલી રહ્યું છે? કઈ મોટી સમસ્યાઓ આપણાં ભવિષ્ય ની પેઢીઓ માટે સંકેત સમાન છે. તે અત્યારથી જાણવું જરૂરી છે. માટે સૌથી નીચલા સ્તરના બાળકો થી માંડી યુવાઓ સુધી તે લોકોને જાગ્રત કરવા ઘણું જરૂરી છે. કેમ કે કાલ નું ભવિષ્ય તેમના હાથમાં છે.



આ ઉપરાંત જળવાયુ પરિવર્તન ના વિષય પર ચર્ચા માટે યોજાયેલા વિશ્વ નેતાઓના સંમેલનમાં વડાપ્રધાન મોદીએ આગામી પેઢી પર્યાવરણ ને લઈને જાગૃત થાય એ માટે જળવાયુ પરિવર્તન અનુકૂળ નીતિને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની હાકલ કરી હતી.આમ પર્યાવરણ શિક્ષણ આપણાં દરેક બાળકો અને યુવાનોને પ્રાથમિક સ્તરથી આપવું ઘણું જરૂરી છે.આમ અમારા દ્વારા આ નાનો પ્રયાસ છે જેથી આવતીકાલનું  બાળક એ પર્શ્ન ના પૂછે કે આપણે  આ પ્રકારની ધરતી કેમ મૂકી ગયા ? જેથી અત્યારથી તે લોકોને માહિતગાર કરવા જરૂરી છે.આ પર્યાવરણ શિક્ષણ એ પ્રકૃતિક પર્યાવરણ કેવી રીતે કર્યા કરે છે અને સાતત્યપૂર્ણ રીતે જીવવા મનુષ્ય કેવી રીતે વ્યવહાર અને નિવસનતંત્ર સાથે સમાયોજન સાધે છે તેનું શિક્ષણ આપવાનો સંગઠિત પ્રયાસ છે.  








BELOW LINK DOWNLOAD ONE PLANET E-MAGAZINE



ONE PLANET E-MAGAZINE

link   શા માટે ONE PLANET ઇ બૂક લાવવામાં આવી ? તાજેતરમાં ગ્લાસગો ખાતેની ક્લાઇમેટ ચેંજ અંગેની અત્યાર સુધીની સૌથી મોટી સમિટ મળી હતી. આ સમિ...